વઢવાણ: કૃષિ રાહત પેકેજ અંગે નાના કેરાળા ગામના ખેડૂત દીપસંગભાઈ ડોડીયા એ પ્રતિક્રિયા આપી
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રૂ.૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજને સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ગામના ખેડૂતોએ અભૂતપૂર્વ આવકાર આપ્યો છે. આ પેકેજને 'ઐતિહાસિક' ગણાવતા, ૭૦ વર્ષીય અનુભવી ખેડૂત દીપસંગભાઈ મનુભાઈ ડોડીયાએ સરકારના આ પગલાની પ્રશંસા કરી હતી.