ખંભાત: ખંભાતમાં મતદાર યાદીમાંથી નામ રદ કરાવવાનું કાવતરું, વાંધા અરજી કરનાર અજાણ, FIR નોંધવા અરજી કરાઈ
ખંભાત શહેરમાં મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે નામ કમી કરાવવાનું એક ગંભીર પ્રકરણ સામે આવ્યું છે. એક જાગૃત નાગરિકે પોતાની જાણ બહાર મતદાર યાદીમાંથી નામ હટાવવા બદલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) નોંધવા માટે ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.નોંધનીય છે કે, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે વાંધો આપનારાઓ પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.