અંકલેશ્વર -હાંસોટ માં 10 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે 15 થી વધુ નાની મોટી નહેરોનું નવીકરણ કરાઈ રહ્યું છે. 5 કરોડના ખર્ચે નાના પુલ તથા નાના ગેટ દૂર કરી મોટા ગેટ નું પણ નિર્માણ કરવામાં રહ્યું છે. કેનાલના નવીનીકરણ ને લઇ બને તાલુકાના 15 હજાર હેક્ટર જમીનને ફાયદો થશે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગે 35 દિવસ માટે કેનાલને બંધ કરીને રીપેરિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.