ગોધરા: પંચમહાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને 50 જવાનોને રાયોટ કંટ્રોલની ખાસ તાલીમ અપાઈ
પંચમહાલ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે 50 જેટલા જવાનોને રાઈયટ કંટ્રોલ માટે વિશેષ તાલીમ આપવામાં આવી. આ તાલીમનો હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવો હતો. આર.પી.આઈ. એસ. એમ. નિસરતાએ જવાનોને તોફાની ટોળાને નિયંત્રિત કરવા માટેના સાધનો જેવી કે ગેસ ગન, હેન્ડ ગ્રેનેડ અને વજ્ર વાહનના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું. સાથે જ આધુનિક સાધનોનો યોગ્ય સમય અને પર