વઢવાણ: દિવાળી નિમિત્તે જિલ્લામાંથી સુરત માટે 15 એસટી બસની ફાળવણી કરવામાં આવી
દિવાળીના તહેવારોને લઈને સુરત થી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પરિવારો વતન દિવાળી કરવા આવતા હોય છે ત્યારે આવા પરિવારોને વતન સુરેન્દ્રનગર આવવા માટે બસની સુવિધા મળી રહે તે માટે સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ખાસ દિવાળીના તહેવારોમાં 15 એસટી બસ સુરત માટે ફાળવવામાં આવી છે.