સિહોર: અગીયાળી થી નાના ખોખરા તરફ જવાના રોડ ઉપર નાળુ ધોવાઈ જવાના કારણે ભારે મુશ્કેલી
શિહોર તાલુકામાં પડેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તાની વ્યાપક નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે શિહોર તાલુકાના અગિયાળી ગામ થી નાના ખોખરા તરફ જોવાના રોડ ઉપર આવેલું નાળુ ધોવાઈ જવાના કારણે ત્યાંથી મોટા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે તાત્કાલિક નાણું રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.