તારાપુર: ભંડેરજ રોડ પરથી બીયરના 336 ટીન સાથે પેટલાદનો રીક્ષાચાલક ઝડપાયો,1.35 લાખનો મુદામાલ જપ્ત કર્યો.
Tarapur, Anand | Oct 12, 2025 ભંડેરજ કેનાલ પાસે વોચ ગોઠવી ઊંટવાડા તરફથી આવતી એક સીએનજી રીક્ષા નંબર GJ 23VP1386ની પાછલી સીટમાંથી 336 બીયરના ટીન મળી આવ્યા હતા.રીક્ષાચાલકનું નામઠામ પૂછતાં તે પેટલાદના શેરપુરાનો જાકીરહુસેન સમસુદીન શેખ હોવાનું જણાવ્યુ હતું. જાકીરહુસેને પૂછપરછમાં તારાપુરના અનીશ ઉર્ફે ગઠાએ તેને મોબાઈલ ફોન કરીને તારાપુર બોલાવ્યો હતો.જ્યાં એક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી માલ ઉતારીને રિક્ષામાં મૂકી ખંભાતના વિજય નામના ઈસમને પહોંચાડવાનો હતો તેમ જણાવ્યુ હતું.