કાલોલ: કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી.
શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલ