ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મીની વાવાઝોડું, ખેલાડીઓ અને દર્શકોમાં અફરાતફરી
ગોધરા શહેરના SRP ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોરદાર પવન ફૂંકાતા મેદાન પર હાજર ખેલાડીઓ, આયોજકો અને દર્શકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મેચ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેજ પવન શરૂ થતાં મેદાનમાં લગાવવામાં આવેલા ટેન્ટ, બેનરો અને અન્ય સામગ્રી હવામાં ઉડવા લાગી હતી.