અંબાજી નજીકના પાડલીયા ગામે બનેલાની ઘટના માં અસરગ્રસ્ત મહિલા શકરીબેનની મુલાકાત લેવા હાઇકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક અંબાજી નજીકના પાડલીયા ગામે પહોંચ્યા તેમને સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરી હતી અને આ વિધવા મહિલા ને ન્યાય મળે તે માટે હાઈકોર્ટ સુધી લડવાની અને સાથ આપવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે આ આદિવાસીઓને સાચવવાની ગુજરાત સરકારની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે