ગોધરા: ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની ભવ્ય રેલી સાથે 28 ઉમેદવારોએ નામાંકન કર્યું
ગોધરા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા મેહંદી બંગલોઝથી ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ, જેમાં 28 ઉમેદવારોએ એકસાથે ઉમેદવારી નોંધાવી. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા અને શહેરમાં કેસરીયો માહોલ સર્જાયો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ચૂંટણી અધિકારી કચેરીએ પહોંચી હતી, જ્યાં ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યા. સ્થાનિક નેતાઓએ વિકાસના મુદ્દે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.