ગોધરા: પીવાના પાણીની સમસ્યાને લઈ નવો વળાંક: વોર્ડ નં. 8 ના કોર્પોરેટરો પહોંચ્યા ઉદ્યોગપતિ હાજી ફિરદૌસ કોઠીના દ્વારે
ગોધરા શહેરના વોર્ડ નંબર 8 માં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિક રહીશો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે આ ગંભીર સમસ્યાના કાયમી અને ઝડપી ઉકેલ માટે વોર્ડ નંબર 8 ના તમામ કોર્પોરેટરો એક્શન મોડમાં આવ્યા છે. પાણીની તંગી દૂર કરવા માટે તમામ કોર્પોરેટરો ગોધરાના જાણીતા ઉદ્યોગપતિ હાજી ફિરદૌસ કોઠીની મુલાકાતે પહોંચ્યા હતા.