ભાવનગર શહેર: મોતીબાગ ટાઉન હોલ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં વયોવૃદ્ધ લોકોને સાધન સહાય કેમ્પ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Jul 1, 2026
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે આજે વયોવૃદ્ધ નાગરિકોને આત્મનિર્ભર અને સુવિધાસભર જીવન જીવવામાં સહાયરૂપ બને તેવા નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો વયોવૃદ્ધ લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.