પાટણ વેરાવળ: ગુજરાત યુવા ભાજપ પ્રમુખ નરેશ દેશાઈએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નરેશ દેશાઈએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, મહિલા મોરચાના મંજૂબેન સુયાણી અને વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.