તારાપુર: તારાપુર પંથકમાં 12મીમી વરસાદ વરસ્યો, વરસાદના દ્રશ્યો સામે આવ્યા
Tarapur, Anand | Jul 3, 2026 લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે તારાપુર પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે.વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા.લાંબા સમય બાદ પડેલા વરસાદથી ખેડૂતોની પાક લેવાની આશાઓ ફરી જીવંત થઈ છે અને ખેતીના કામોને ગતિ મળી છે.તારાપુર પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.બપોરે 12થી 2 કલાકમાં 12મીમી વરસાદ નોંધાયો હતો.