વડગામ: કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ, રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે સેંભરગોગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વડગામ તાલુકાના સેંભર ગોગ મહારાજ મંદિર અને દરગાહ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ,રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોકણોજીયા ના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શેરપુરા સેભર ગ્રામ પંચાયત ના સરપંચ રશીદખાન બિહારી, તેમજ આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા