વિજાપુર: વિજાપુર હિંમતનગર હાઇવે બંશરીહોટલ નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતાં પેસેન્જરનુ મોત મૃતકના ભાઈએ રીક્ષાચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી
વિજાપુર સાબરમતી પુલ નજીક થી રીક્ષા નંબર જીજે 01. સી ઝેડ.4916 માં વિજય ભાઈ સુથાર નામના પેસેન્જર વિજાપુર તરફ આવી રહ્યા હતાં. તે સમયે ગત મંગળવારે સાંજે બંશરી હોટલ નજીક રીક્ષા ચાલક દશરથજી રાઠોડ થી સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી મારી જતા વિજય ભાઈ સુથાર નુ મોત નીપજ્યું હતુ. મૃતક ના ભાઈ શ્વેતામ્બર ભાઈ સુથારે રીક્ષા ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ બુધવારે બપોરે 1 કલાકે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.