ખંભાત: ખંભાત પંથકમાં આજે ફરી પવન સાથે વરસેલા કમોસમી વરસાદે કમઠાણ વાળ્યું.
ખંભાત સહીત ભાલપંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી પવન સાથે વરસેલા કમોસમી વરસાદે કમઠાણ વાળ્યું હતું.સોમવારે સાંજે 7 કલાકની આસપાસ વરસાદી માહોલે પવન સાથે બચેલી ડાંગરના પાકનો સોથ વાળી દીધો છે.ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ફરી કમરતોડ કમોસમી વરસાદ પડ્યો હતો.ખંભાતના વડગામ,લુણેજ,મીતલી, પાંદડ, રોહીણી તરકપુર, ગોલાણા, સહિત ના ગ્રામ્ય વિસ્તાર સહિતના ગામડાઓને ઘમરોળી પવન સાથે કહેર વરસાવ્યો હતો.