કડી: કડી નાં સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે મહાત્મા ગાંધીજીની 156 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ,સંકલ્પ પ્રાથના કરવામાં આવી
Kadi, Mahesana | Oct 2, 2025 આજ રોજ એટલે કે 2 જી ઓક્ટોબરના દિવસે કડીના સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે મહાત્મા ગાંધીજીની 156 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગાંધીજીના ફોટા પર સુતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપિતાને વંદન કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રીઓ ડોક્ટર મણીભાઈ પટેલ,રમણભાઈ પટેલ તેમજ જગદીશભાઈ પટેલ સહિત શાળા કોલેજના પ્રિન્સિપાલો,આચાર્યો અને NNS કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીના આદર્શોને યાદ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.