પાણશિણા પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ડોળીયા પીજીવીસીએલ કચેરીમાં જુનીયર ઈજનેર તરીકે ફરજ બજાવતા પ્રતિક સુરેશભાઈ ગામીત તથા તેમની ટીમ નાની કઠેચી ગામે ડિવીઝનલ વિજ ચેકીંગ ડ્રાઇવ કરવા ગયા હતા ત્યારે ગામમાં ખીમા શ્રવણ ધરજીયા તથા કાનાભાઈ અને ભીખાભાઇ ઝેઝરીયા એ બોલાચાલી કરી ધોલધપાટ કરી મારમાર્યાની અને સાહેદ યોગરાજસિંહ જાડેજા ને હાથે બચકું ભરી લઇ ફરજમાં રૂકાવટ કર્યાં ની ફરિયાદ પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.