હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિંગ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં આજે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા હિંમતનગર અને ઇડર તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયરૂપ યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાના હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓને જોયસ્ટિક વ્હીલચેર, મોટરાઈઝડ ટ્રાઈસિકલ તેમજ સંત સૂરદાસ યોજના સહિત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા.આ કેમ્પનું