હાંસોટ: હાંસોટ પંથકમાં 6 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
Hansot, Bharuch | Oct 29, 2025 ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 12 મી.મી. આમોદમાં 6 મી.મી. વાગરામાં 11 મી.મી. ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 11 મી.મી. અંકલેશ્વર9 મી.મી. હાંસોટમાં 6 મી.મી. વરસાદ વરસ્યો હતો.