વડગામ: ધારેવાડા નજીક દારૂ ભરેલી ટ્રક મૂકી નાસી જનાર ચાલક સામે છાપી પોલીસ મથકે ફરિયાદ, 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
છાપી પોલીસ સ્ટેશન વિસ્તારના ધારેવાડા નજીક દારૂ ભરેલી ટ્રક મૂકીને નાસી જનાર ચાલક સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જોકે પોલીસે દારૂ અને ટ્રક સહિત 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હોવાની જાણકારી આજે મંગળવારે રાત્રે સવા આઠ કલાક આસપાસ મળી છે.