ગોધરા: ગોધરાના ચિખોદ્રા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, LCB એ બે રીઢા ચોરોને ઝડપ્યા
ગોધરાના ચિખોદ્રા ગામે થયેલી ઘરફોડ ચોરીનો LCBએ ભેદ ઉકેલી બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે. કિરીટભાઈ સોલંકીના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ ₹૫૫ હજાર રોકડા અને ₹૧૫ હજારની સોનાની વીંટી ચોરી કરી હતી. ફરિયાદના આધારે LCB ટીમ તપાસમાં હતી ત્યારે પોલીસે બાતમીના આધારે લીલેસરા રોડ પરથી નિશાર ઉર્ફે જંગલીયો અનવર બદામ અને સાહીલ ઉર્ફે ગુગલો હનીફ પઠાણને ઝડપી પાડ્યા હતા. કડક પૂછપરછમાં બંનેએ ચોરીની કબૂલાત કરતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.