શહેરા નગરના મહાલક્ષ્મી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન કરાયું હતું,જેમાં સંઘના શતાબ્દી વર્ષના અવસરની મહત્તા સમજાવી, રાષ્ટ્ર નિર્માણમાં હિંદુ સમાજની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને યુવાનોને સંગઠિત રહી સમાજ અને રાષ્ટ્ર માટે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.