કાલોલ: મામલતદારે મલાવ રોડ જેતપુર પાસેથી લાકડાં ભરેલું ટ્રેક્ટર ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કાલોલના મલાવ રોડ પરના પેટ્રોલિંગ દરમ્યાન જેતપુર પાટીયા પાસે એક પંચરાઉ લાકડા ભરેલા ટ્રેકટરને રોકીને લાકડા અંગે પુછપરછ કરીને ટ્રેકટર ચાલક પાસે લાકડાનો તોમાર કે વહન કરવા અંગે પાસ પરમીટ માંગતા ચાલક પાસેથી કશું મળ્યું નહોતું. જેથી મામલતદારે કોઈપણ પ્રકારના પાસ પરમીટ વિના ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરી જતાં ટ્રેકટરને મામલતદાર કચેરી ખાતે કબ્જે કર્યું હતું. હજુ સુધી લાકડાનો વેપારી કે ટ્રેકટર માલિકનું નામ જણાવ્યું નથી.