ગીર ગઢડા: ગીરગઢડાના સણોસરિમાં દીપડાના હુમલામાં બાળકનું મોત, એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો
ગીરગઢડાના સણોસરિ ગામે દીપડાએ ૨ વર્ષના બાળક પર હુમલો કરી તેને ઉપાડી જતાં તેનું મોત થયું છે. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂર્યો છે. વન વિભાગે ખેતરોમાં બાળકોને એકલા ન મુકવા અપીલ કરી છે.