ગોધરા: કાળઝાળ ગરમી વચ્ચે ABVPની અનોખી પહેલ: પક્ષીઓ માટે સ્મશાનગૃહ પરિસરમાં બાંધ્યા પાણીના કુંડા
ગોધરામાં કાળઝાળ ગરમી વચ્ચે ABVPની અનોખી પહેલ: પક્ષીઓ માટે સ્મશાનગૃહ પરિસરમાં બાંધ્યા પાણીના કુંડા,અત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે., ત્યારે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં ગોધરાના યુવા વિદ્યાર્થીઓએ પોતાની સામાજિક જવાબદારી સમજીને એક પ્રશંસનીય કાર્ય કર્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) નગર ટીમ દ્વારા પક્ષીઓના જીવ બચાવવા માટે એક