લીંબડી: લીંબડીના બોરણા ગામે રાજ્ય સરકારની SOI યોજના હેઠળ પ્રા. શાળાનુ ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ ભુમી પુજન કરી ખાત મુહૂર્ત કર્યું
લીંબડી તાલુકાના બોરણા ગામે જુની શાળા જર્જરીત થતા રાજ્ય સરકાર ની SOP યોજના હેઠળ નવી શાળા ના મકાન માટે રૂ. 1.30 કરોડ ની ગ્રાન્ટ મંજુર થતાં પુર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ બોરણા ગામે શાળા નુ ખાત મુહૂર્ત કર્યું હતું. તા. પં. પ્રમુખ હરપાલસિંહ રાણા, પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેઝળિયા, વનરાજસિંહ બોરાણા , ખેંગારસિંહ બોરાણા, સરપંચ દોલુભાઇ તથા હર્ષવર્ધનસિહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.