તળાજા: ગઢુલા-આમળા માર્ગ ભારે વરસાદથી ધોવાયો, વાહનવ્યવહાર ઠપ્પ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવનને અસર કરી છે. ગઢુલા અને આમળા ગામ વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ ભારે વરસાદના કારણે ધોવાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ બેસી જવાથી ગ્રામજનો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઊગી રહેલા મોલ અને પાકને ભારે નુકસાન થયું છે. પાણી ભરાઈ જતાં અનેક ખેતરોમાં પાક ડૂબી ગયો છે, જેના કારણે ખે