**દેવગઢ બારિયામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યુવા સભા યોજાઈ**
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે 13 નવેમ્બર 2026ના રોજ દેવગઢ બારિયાના મહારાજા જયદીપસિંહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સભામાં ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, શૌર્ય અને આદિવાસી સમાજના હક તથા સ્વાભિમાન માટેના તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશભક્તિ, સામાજિક જાગૃતિ, રાષ્ટ્રનિર્માણ તેમજ જનજાતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ધારાસભ્ય બચુભાઈ ખાબડે યુવાનોને ભગવાન બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારી સમાજ અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.