મોડાસા: ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેંક તરફથી આવેલ અધિકારી દ્વારા નાગરિકોને લોન બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.આ લોન મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાની આજરોજ ગુરુવાર સાંજે 4 કલાકે માહિતી પ્રાપ્ત થઈ હતી.