**લીમખેડાના પોલીસીમળ ગામે આગથી ઘર ગુમાવનાર પરિવારની વ્હારે આવ્યા સાંસદ જસવંતસિંહ ભાભોર**
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામે આગની દુર્ઘટનામાં રહેણાંક મકાન અને ઘરવખરી ગુમાવનાર પરમાર બળવંતભાઈ હિમસિંગભાઈના પરિવારને મદદ પૂરી પાડી હતી.
આ દુર્ઘટનામાં પરિવારનું મકાન અને તમામ ઘરવખરી બળીને નાશ પામતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. આ સંકટના સમયે સાંસદે પરિવારને જીવનજરૂરી ઘરવખરીનો સામાન અને માનવીય સહાય પૂરી પાડી હતી.
સાત નાના બાળકો સહિત કુલ 17 સભ્યો ધરાવતા અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત અને હૂંફ આપવાના આ પ્રયાસથી મુશ્કેલીના સમયમાં તેમને સહારો મળ્યો હતો.