રાજકોટ: કોરાટચોક નજીક કન્ટેનર પલટી મારી જતા પાંચ લોકો દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ફાયર, પોલીસ, 108ની ટીમની પ્રશંસનીય કામગીરી
Rajkot, Rajkot | Sep 18, 2025 ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શહેરના કોરાટ ચોક નજીક એક કન્ટેનર પલટી મારી જતા તેની નીચે ચારથી પાંચ લોકો દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે પોલીસ ટીમ, ફાયર ફાઇટરો તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.