ગોધરા: વેરૈયા ગામના સરપંચ પતિને રેલવે પોલીસે માર માર્યાનો આક્ષેપ: ડેરોલ સ્ટેશને ઓરડીમાં પૂરી ઢોર માર માર્યો, માથામાં 5 ટાંકા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેરૈયા ગામના સરપંચ પતિને રેલવે પોલીસ દ્વારા બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનારનો આક્ષેપ છે કે રેલવેના કોઈ પણ ગુના સાથે લેવા-દેવા ન હોવા છતાં તેમને ડેરોલ રેલવે સ્ટેશન ખાતેની એક ઓરડીમાં બંધ કરી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વેરૈયા ગામના સરપંચ પતિ રણજીતસિંહ પર્વતસિંહ પરમારને ગત 26 ફેબ્રુઆરીના રોજ સંજય ચુડાસમા નામના પોલીસ કર્મચારીએ ડેરોલ રેલવે સ્ટેશન પર મળવા માટે બોલા