ભુજ: માધાપરની હોટેલમાં કર્મચારીએ કરી રોકડની ચોરી, સીસીટીવીમાં ઝડપાયો
Bhuj, Kutch | Apr 11, 2026 માધાપરની હોટેલમાં કર્મચારીએ કરી રોકડની ચોરી, સીસીટીવીમાં ઝડપાયો ભુજના માધાપર પાસે આવેલી 'હોટેલ કચ્છ એલેગેન્સ'માં કામ કરતા કર્મચારી ઝેનીલ પાથરે કાઉન્ટરમાંથી રૂા. 23,000ની ચોરી કરી હતી. હોટેલ સંચાલકે શંકા જતાં સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીનો ખુલાસો થયો હતો. આ મામલે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.