ગાંધીનગર: રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળી હજારો લિટર ઘી નો અભિષેક કરવામાં આવ્યો
ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના નીકળતી વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી.