ગાંધીનગર: સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીની ના આપઘાતને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન
સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીના આપઘાતના મામલે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ABVP દ્વારા વિરોધ નોંધાયો છે. ABVPએ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે પગલાં લેવામાં આવતાં ન હોવાનો આક્ષેપ કર્યો છે.ABVPના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, "મૌખિક રજૂઆત છતાં અસરકારક નિર્ણય લેવાતા નથી અને હોસ્ટેલમાં 24 કલાક વોર્ડન હાજર રહેતા નથી." તેઓએ માંગ કરી છે કે હોસ્ટેલમાં 24 કલાક વોર્ડનની હાજરી ફરજિયાત બનાવાય તેવી માંગ ઉઠી છે