વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલાએ સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર ટેલિફોનિક રજૂઆત કરી છે.જેમાં જણાવ્યા અનુસાર રાજ્યભરની સહકારી શુગર ફેક્ટરીઓમાં વર્ષોથી ચૂંટણી ન યોજાવું એ ગંભીર અને ગેરકાયદેસર સ્થિતિ છે. મોટાભાગની સહકારી શુગર સંસ્થાઓની મેનેજિંગ કમિટીઓનો કાર્યકાળ વર્ષ-2025 દરમિયાન પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજ સુધી ચૂંટણી યોજાઈ નથી.