ખેડબ્રહ્મા: શહેર પોલીસે ચાર વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેર પોલીસે દિવાળીના દિવસે ગુમ થયેલી ચાર વર્ષની બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. રાજસ્થાનનો એક પરિવાર દિવાળીની ખરીદી કરવા માટે ખેડબ્રહ્મા બજારમાં આવ્યો હતો ત્યારે ભીડમાં તેમની ચાર વર્ષની દીકરી ગુમ થઈ હતી ત્યારે પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે ખેડબ્રહ્મા પોલીસે બાળકીને શોધી બાળકીનો કબજો મેળવી પરિવારને સોંપી હતી.