ભાવનગર શહેર: મનપા દબાણ હટાવ ટીમ દ્વારા ગંગાજળિયા તળાવ સહિતના વિસ્તારમાં ડિમોલેશન કરાતા લોકો દ્વારા વિરોધ કરાયો
Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
ભાવનગર મહાનગરપાલિકા દબાણ ટીમ દ્વારા શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ ટીમ દ્વારા રોડ રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો હતો. જેને લઇને અધિકારી અને લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે દબાણ હટાવટી દ્વારા કામગીરી યથાવત શરૂ રાખી હતી.