લીંબડી: સૌકા ગામની પુત્રી અને નાગનેશ ગામે પરણાવેલી પરણિતા એ પતિના ત્રાસ થી કંટાળી પીયરમાં આવી ઝેર પી જીંદગી ટુંકાવી લેતા ચકચાર
લીંબડી પોલીસમાં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ સૌકા ગામના બાબુ મથુરભાઇ મેરની પુત્રી ગોપીબેન ના લગ્ન નાગનેશ ગામે રાહુલ ભીમા ઝાંપડીયા સાથે થયા હતા. અને રાહુલ અવારનવાર કરિયાવર બાબતે મેણા ટોણા મારતો હતો અને રૂ. બે લાખ લઇ આવવા તેણે ગોપી ને ઘરે થી કાઢી મુકી પિયર પાછી બેસાડી હતી. ગોપી ના પિતા ગરીબ સામાન્ય ખેડૂત હોય આટલા રૂપિયા ક્યાં થી લાવી શકશે એ ચિંતા માં લાગી આવતા ઘરે કોઈ હાજર ન હોય ઘરમાં પડેલી ઝેરી દવા ગટગટાવી લેતા તબિયત લથડતા મોત નીપજ્યું હતું.