હાંસોટ તાલુકાના સાહોલ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેને ઇજાઓ પહોંચી હતી.હાંસોટ તાલુકાના એક ગામના વ્યક્તિ હાંસોટ તાલુકાના સાહોલ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેઓને ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.