બારડોલી: ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવતી કાલે સુરત જિલ્લાના પ્રવાસે: પુષ્પગુચ્છને બદલે પુસ્તકો સ્વીકારશે
Bardoli, Surat | Oct 11, 2025 ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) આવતી કાલે સુરત અને તાપી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શ્રી વિશ્વકર્માનો આ પ્રથમ સુરત જિલ્લાનો પ્રવાસ છે, જેને લઈને સુરત અને તાપી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમના ભવ્ય સન્માન અને સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.