ગોધરા: ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત:વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
પંચમહાલમાં ફરી એકવાર ચાંદીપુરમ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ચાંદીપુરમ વાયરસ ને કારણે ગોધરા તાલુકામાં બે માસૂમ બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ દરમિયાન કુલ 4 શંકાસ્પદ કેસો ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ 4 કેસોમાંથી 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેઓની સારવાર વડોદરાની SSG હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યારે અ