ગોધરા: નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે સાદગીપૂર્વક પગપાળા જઈ ચાર્જ સંભાળ્યો, ચોમાસાની પાણીની સમસ્યા ઉકેલવા આપી ખાતરી
ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ ઇશાંત સોની સહિતના પદાધિકારીઓએ સાદગીપૂર્વક પગપાળા જઈ કાર્યભાર સંભાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઇંધણ બચાવો’ના સંદેશને અનુસરી વાહન વિના પાલિકા કચેરી પહોંચેલા પદાધિકારીઓની શહેરમાં પ્રશંસા થઈ હતી. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શહેરના અધૂરા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સાથે જ આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે તેવી જાહ