ખંભાત: તામસા ગામે ભરવાડની જોકમાં કાદવ કીચડથી લથબથ રસ્તાઓ સહીતની અનેક સમસ્યાઓ થી રહીશો ત્રાહિમામ
Khambhat, Anand | Sep 26, 2025 તામસા ગામે ભરવાડની જોકમાં નગારની પરિસ્થિતિ સર્જાઈ છે.તામસા ગામના ભરવાડની જોક વિસ્તારના રહીશો સાથે ઓરમાયું વર્તન થવાના આક્ષેપો પણ થયા છે.મુખ્ય રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયી છે.કાદવ કીચડથી લથબથ રસ્તાઓને લઈ રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત વરસાદી પાણીના ભરાવથી અસહ્ય મચ્છરનો ઉપદ્રવ વધતા આરોગ્ય પણ જોખમાયું છે.મહિલાઓને ઘર વપરાશના પાણી માટે પણ વલખા મારવા પડે છે.વારંવાર રજુઆતો કરવા છતાંય પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.