અમદાવાદ શહેર: વિરાટનગર બિલ્ડર હત્યા મામલો, મનસુખે સોપારી લેનારને કોર્ટ, પોલીસ કાર્યવાહીનું કામ જોઈ લેવા કહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું
અમદાવાદના જાણીતા બિલ્ડરની હત્યા તેમના જ પૂર્વ ભાગીદારએ સોપારી આપીને કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની બુધવારે 6 વાગ્યાં સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, હત્યાના ત્રણ દિવસ અગાઉથી આરોપીઓ વાતચીત કરી રહ્યા હતા. મનસુખે સોપારી લેનાર બંને આરોપીઓને બરોબરના સમજાવ્યા હતા. હત્યા પછી કોર્ટ અને પોલીસ કાર્યવાહીનું કામ જોઈ લેવા માટેનું પણ કહ્યું હતું.