ભારે વરસાદ અને દરિયાની જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુવાલી બીચની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા.
મુલાકાત દરમિયાન તેમણે બીચ પર ગોઠવાયેલા સુરક્ષા બંદોબસ્ત અને પ્રતિબંધના અમલની સમીક્ષા કરી હતી. તંત્ર દ્વારા નાગરિકોને દરિયાકિનારાથી દૂર રહેવા અને જાહેર કરાયેલા પ્રતિબંધનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
#krantisamaynews #krantisamay #surat #suvali #hazira