ભાવનગર શહેર: જિલ્લાના પાલીતાણામાં મારામારી ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સર ટી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું
Bhavnagar City, Bhavnagar | Jun 15, 2026
ભાવનગરના પાલીતાણામાં બની હત્યાંની ઘટના, તીર્થનગરી કહેવાતા પાલીતાણામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ, પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું, ઘટનામાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ પાલીતાણા અને ત્યાર બાદ ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મૃત્યુ થયું જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રખાયો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.